5.Molecular Basis of Inheritance
medium

પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

ન્યુક્લિઓટાઇડ ત્રણ ઘટકો ધરાવે છે : $(1)$ નાઇટ્રોજન બેઇઝ $(2)$ પેન્ટોઝ શર્કરા $(3)$ ફૉસ્ફટ જૂથ.

$(1)$ નાઇટ્રોજન બેઇઝ : બે પ્રકારના હોય છે : $(i)$ યુરિન (એડેનીન, ગ્વાનીન) $(ii)$ પિરિમિડીન (સાઇટોસિન, યુરેસીલ, થાયમીન).

$RNA$માં થાઇમિનના સ્થાને યુરેસીલ જોવા મળે છે.

$(2)$ પેન્ટોઝ શર્કરા : $DNA$ નાં બંધારણમાં ડિઑક્સિરિબોઝ શર્કરા જોવા મળે છે. $RNA$ના બંધારણમાં રિબોઝ શર્કરા હોય છે.

નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન $(C)$ ના $- OH$ સમૂહ સાથે $N -$ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિઓસાઇડ બનાવે છે.

દા.ત., એડિનોસાઇન $/$ ડિઑક્સિએડિનોસાઇન, ગ્વાનોસાઇન 

ડિઑક્સિગ્યાનોસાઇન, સાઇટિડીન $/$  ડિઑક્સિસાઇટિડીન, યુરેડીન $/$ ડિઑક્સિથાઇમિડીન 

$(3)$ ફૉસ્ફટ જૂથ: જયારે ફૉસ્ફટ સમૂહ ફૉસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા કાર્બન $(C)$ના $- OH$ સમૂહ સાથે જોડાય છે ત્યારે ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે. બે ન્યુક્લિટાઇમ્સ $3'-5'$ ફૉસ્ફોડાયઍસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિઓટાઇડનું નિર્માણ કરે છે.

આ રીતે અસંખ્ય ન્યુક્લિઓટાઇસ જોડાઈને શુંખલાનું નિર્માણ કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.